હવામાન વિભાગની આગાહી; આજે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Weather forecast: ગુજરાત રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. એવામાં આવનારા દિવસોનું હવામાન કેવું રહેશે અને ક્યાં-ક્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે.

ખાસ કરીને શનિવાર અને રવિવાર દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે અને ક્યાં વરસાદ પડશે તેની માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરા નગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

Weather forecast: આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે.

આ સિવાય ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

આ સિવાય આવતી કાલ રવિવારથી ગુરૂવાર માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે. તો 8 જુલાઈના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવામાન વિભાગે 9 જુલાઈએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે. તો 10 જુલાઈએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે.

Weather forecast: આ સિવાય 11 જુલાઈએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment