અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, હજી આટલાં દિવસો વરસાદ રહેશે, ભારે થી અતિભારે વરસાદ

આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે આજથી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

20 અને 21 જુલાઈએ કચ્છ અ‍ને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે. સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે તથા સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2023: ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર એંગેની સંપુર્ણ માહિતી….

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે. 2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે. જેથી ડેમ 85 ટકાથી વધારે ભરાઈ ગયો છે. ડેમ છલકાવામાં માત્ર 2 ફૂટ બાકી છે. ડેમની સપાટી 32 ફૂટે પહોંચી છે જે 34 ફૂટે છલકાઈ જશે. પાણીની સતત આવકને પગલે લોકોને ડેમના પટમાં ન જવા માટે સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ભાવનગર અને પાલીતાણાના 17 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 25 જુલાઈ સુધીની ધોધમાર વરસાદની આગાહી

બીજી બાજુ જાણિતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 18થી 25 જુલાઈ દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં સારા વરસાદનો રાઉન્ડ રહેશે. ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડની શકયતા છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છનાં 50% વિસ્તારમાં 2 ઈંચ સુધીનાં વરસાદની શકયતા છે. જયારે બાકીનાં 50% વિસ્તારમાં 2થી 4 ઈંચ અને સૌરાષ્ટ્રના અતિભારે વરસાદના સેન્ટરોમાં 8 ઈંચ ઉપર વરસાદ પડવાની શકયતા છે.

આજ રીતે ગુજરાતમાં 50% વિસ્તારમાં 2.5 ઈંચ જેટલો જયારે બાકીના 50% વિસ્તારમાં 2.5થી 5 ઈંચ અને અતિભારે વરસાદની શકયતાવાળા સેન્ટરોમાં 8 ઈંચથી વધુ વરસાદ પડવાની શકયતા હોવાનું અશોકભાઈ પટેલે જણાવેલ હતું.

Leave a Comment