અંબાલાલ પટેલની આગાહી; ગુજરાતના ખેડૂતો માટે મહત્વની જાણકારી, આ તારીખથી વાતાવરણમાં પલટો

WhatsApp Group Join Now

વરાપનો લાંબો રાઉન્ડ ગુજરાત લેવલે ચાલી રહ્યો છે તો બીજી બાજુ દેશ લેવલે મોન્સૂન બ્રેક ફેજ ચાલી રહ્યો છે. 17 ઓગષ્ટ સુધીના આગાહીના દિવસો દરમિયાન પણ આજ રીતે દેશ લેવલે મોન્સૂન બ્રેક ફેજ ચાલુ રહેશે. જ્યારે ગુજરાત લેવલે પણ આજ રીતે વરાપનો રાઉન્ડ ચાલુ જ રહેશે.

આજથી 17 તારીખ સુધીના આગાહીના દિવસો દરમિયાન તડકો અને છાંયાનું મિશ્રિત વાતાવરણ ચાલુ રહેશે અને છુટા છવાયા વિસ્તારોમાં ક્યારેક ક્યારેક હળવા મધ્યમ વરસાદના ઝાપટા તો અમુક સીમિત વિસ્તારમાં અડધાથી એક ઇંચ જેવો થોડો સારો વરસાદ પણ પડી શકે છે પરંતુ આવો વિસ્તાર ખુબ જ ઓછો રહેશે. મોટા ભાગના વિસ્તારમાં વરાપની સાથે ક્યારેક હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે આ રીતે વરાપનો રાઉન્ડ આગાહીના દિવસોમાં શરૂ જ રહેશે.

આગોતરું એંધાણ :- આગાહીના પછીના શરૂઆતના દિવસોમાં હજુ પણ કોઈ સારો મોટો રાઉન્ડ શરૂ થાય તેવી શકયતા જણાતી નથી એટલે અત્યારે જે ખેડૂતમિત્રોને પાકમાં જરૂરિયાત પ્રમાણે પાણી પાવાનું ચાલુ રાખવું. જેવી રાઉન્ડની શકયતા બનશે એટલે આગોતરું આપીશ એટલે આગળ ખેતીકાર્ય કરવામાં સરળતા રહે.

સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી કોઈ કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ થશે. અત્યારે વરસાદ લાવનારી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોઈ ગુજરાતમાં ભારે વરસાદ થવાનો નથી.

તો બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે.

આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

ખાસ નોંધ :- વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

1 thought on “અંબાલાલ પટેલની આગાહી; ગુજરાતના ખેડૂતો માટે મહત્વની જાણકારી, આ તારીખથી વાતાવરણમાં પલટો”

Leave a Comment