ગુજરાતમાં વરસાદની વધુ એક આગાહી; ભારે પવન સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

રાજ્યભરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે અને તેનું જોર સાવ નહીંવત્ થઈ જવાથી ખેડુતો રાહત અનુભવી રહ્યા છે. ખેડૂતો પણ વરસાદે વિરામ લેતા તેના ખેતીકામમાં ઉત્સાહપૂર્વક લાગી ગયા છે. ત્યારે સ્થાનિક હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે.

સ્થાનિક હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે એટલે કે આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાથે જ હવામાન વિભાગે કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી થવાની આગાહી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના માહિતી આપતાં જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે અને નર્મદા, સાબરમતી અને તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આશ્લેષા નક્ષત્ર ચાલુ હોવાથી આ નક્ષત્રમાં થતો વરસાદ પાક માટે નુકસાનકારક છે. રાજ્યમાં 4, 5 અને 6 ઓગસ્ટે અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

આજે ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, પાટણ અને જામનગરમાં વરસાદની આગાહી છે.

તો 6 ઓગસ્ટે પાટણ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી અને નર્મદામાં વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now

1 thought on “ગુજરાતમાં વરસાદની વધુ એક આગાહી; ભારે પવન સાથે વરસાદની આગાહી”

Leave a Comment