અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 12 જુલાઈ સુધીની આગાહી, ગુજરાતમાં કેવો વરસાદ થશે?

WhatsApp Group Join Now

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 9થી 12 જૂલાઇ સુધીની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે હાલ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.

આગાહીમાં સૌરાષ્ટ્રમાં કરતાં ગુજરાત રીઝનમાં વરસાદ વધુ જોવા મળશે. અમુક દિવસે અમુક જગ્યાએ છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ પડશે.

તેઓએ જણાવેલ કે વરસાદ માટે મુખ્ય પરીબળો આ મુજબ છે. ચોમાસુ ધરી નાર્મેલ જેસલમેર, ચિત્તરોગઢ, મંડળ, રાયપુર, છે. કલીગપટનમ અને ત્યાંથી મધ્ય બંગાળની ખાડી તરફ 3.1 કિ. મી. ઊંચાઈ સુધી છે. ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.

એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિ.મી. થી 7.6 કિ.મી. સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે.

એક શિયર ઝોન 18 ડીગ્રી નોર્થ પર 4.5 કિ.મી.થી 7.6 કિ.મી. ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઇએ દક્ષિણ તરફ ઝૂકે છે. એક યુએસી મધ્ય ગુજરાત પર 4.5 કિ. મી. ઉંચાઈએ છે.

આગાહી સમયમાં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થશે. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 9થી 15 જૂલાઇ 2024 સુધીની આગાહી કરતાં જણાવેલ કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શકયતા શકયતા ઓછી છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

આગાહી સમયમાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે ઝાપટા-હળવો, મધ્યમ વરસાદ અને આઈસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

વરસાદની માત્રા અને વિસ્તારમાં અલગ અલગ દિવસે વધ-ઘટ્ટ જોવા મળશે. જેમાં ગુજરાત રિજીયનમાં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદની શક્યતા છે. તા. 11થી 13 જુલાઇ દરમિયાન પવનનું જોર વધુ રહેશે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment