Paresh Goswami’s Biggest Prediction: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે. સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત આવતાં-આવતાં કેવું સ્વરૂપ લેશે? તે અંગે પણ તેમણે જણાવ્યું છે.
રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં આવનારા દિવસોમાં વરસાદનું જોર વધશે કે ઘટશે? તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત આવતાં-આવતાં કેવું સ્વરૂપ લેશે? તે અંગે પણ તેમણે જણાવ્યું છે. ચાલો, જાણીએ આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યૂબ વીડિયોમાં જણાવ્યું કે, 12થી 15 જુલાઇના સેશન દરમિયાન કોઇ મોટા કે સારા વરસાદની શક્યતાઓ નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા રહેશે.
આ સેશનમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, બારડોલી, અને ડાંગમાં 15 તારીખ સુધી સારો વરસાદ જોવા મળશે. અહીં વરસાદમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતાઓ નથી.
દક્ષિણ ગુજરાતને બાદ કરતાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. 15 તારીખ સુધી માત્ર છૂટાછવાયા ઝાપટા નોંધાય, તેનાથી વિશેષ કોઇ શક્યતા નથી.
આ પછી 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે. 16થી 30 જુલાઇ સુધીના સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ છે.
ચાલુ અઠવાડિયા દરમિયાન લાલીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે. જે આવું થશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારા વરસાદ થાય તેવી શક્યતાઓ છે.
16 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતાં આવતાં ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લેશે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
16 તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ 16 જુલાઇથી ચાલુ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.
ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.