અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 1 ઓગષ્ટ સુધીની આગાહી, વરસાદ રહેશે કે વરાપ? - GKmarugujarat

અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 1 ઓગષ્ટ સુધીની આગાહી, વરસાદ રહેશે કે વરાપ?

ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ બાદ હવે એકાદ સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ઝાપટા સિવાય ભારે વરસાદમાંથી રાહત રહેશે અને ધુપછાંવનો માહોલ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોક્ભાઈ પટેલે કરી છે. જો કે, આ દરમ્યાન તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

વેધર એનાલીસ્ટ અશોક્ભાઈ પટેલની આગાહી મુજબ, રાજયભરમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ પડયો હતો. હવે 26 જુલાઈથી 1લી ઓગષ્ટ સુધીની આગાહીના સમયગાળા દરમ્યાન ચાર જેટલા પરિબળો અસરકર્તા રહી શકે છે. હાલ મધ્ય-પશ્ચીમ તથા લાગુ ઉત્તર- પશ્ચીમ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો- પ્રેસર છે જે આવતા દિવસોમાં વધુ મજબૂત થઇને આંધ્ર પ્રદેશ તથા તેની આસપાસના ક્ષેત્રોમાં આવશે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકિનારા સુધી મોન્સુન ટ્રફ સર્જાવાની શક્યતા છે.

આ સિવાય ચોમાસુ ધરીનો પશ્ચીમ છેડો નોર્મલથી દક્ષિણ તરફ હતો તે હવે ફરી નોર્મલ થઈને ઉત્તર તરફ સરકશે અને ઉત્તર તરફ જ ઝુકાન રહેશે. ક્યારેક હિમાલયની તળેટીમાં સરકી જવાની સંભાવના છે.

આગાહીના સમયગાળા દરમ્યાન તા. 27મીથી તેજ પવન ફુંકાવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં 3.1 કી.મી.ના લેવલનું એક અપર એર સાયકલોનીક સરક્યુલેશન છે. આ જ રીતે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો-પ્રેસરને આનુસાંગીક 3.1 કીમીનું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છે. બન્ને યુએસીને કારણે બન્નેમાંથી ટ્રક ગુજરાત સુધી લંબાય છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અરબી સમુદ્રના ભેજયુક્ત 1.50 કીમી કે તેનાથી પણ નીચા લેવલના ઝડપી પવન 25થી 40 કીમીની ઝડપે ફુંકાશે તેની અસરે આગાહીના સમયગાળામાં ક્યાંક ક્યાંક છુટાછવાયા ઝાપટા અને હળવો- મધ્યમ વરસાદ થઈ શકે છે. વરસાદની માત્રા ઘટશે છતાં ઝાપટા-હળવો-મધ્યમ વરસાદ શક્ય છે. એકંદરે ધુપછાંવનો માહોલ રહેશે.

ગુજરાત રીજીયનમાં પણ અરબી સમુદ્રના ભેજયુક્ત પવનની અસર હેઠળ છુટાછવાયા ઝાપટાથી હળવો-મધ્યમ વરસાદ થવાની સંભવના છે. કોએ કોઈ દિવસ ધુપછાંવનો માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત તથા તેને લાગુ નજીકના વિસ્તારોમાં હળવો-મધ્યમ-ભારે વરસાદની સંભાવના છે. અમુક દિવસ ક્યાંક વધુ ભારે વરસાદ પણ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છની સરખામણીએ ગુજરાત રીજીયનમાં વરસાદની માત્રા વધુ રહી શકે.

વરસાદના રાઉન્ડમાં ગુજરાતના મોટાભાગના ક્ષેત્રો ધમરોળાયા હતા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો તેમાંથી 56માં 25 મીમી (એક ઈંચ) થી વધુ વરસાદ પડ્યો હતો.

અશોકભાઈ પટેલે કહ્યું કે 24મી જુલાઈની સ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં નોર્મલ કરતા 168 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રીજીયનમાં 39 ટકા વધુ છે જયારે સમગ્ર રાજયમાં નોર્મલ કરતા 95 ટકા વધુ વરસાદ છે. દેશ લેવલે વરસાદનું પ્રમાણ નોર્મલ કરતા 6 ટકા વધુ છે. દેશ લેવલે વધુ વરસાદ નોંધાયો હોવા છતાં કેરળ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉપરાંત મણીપુર, મિઝોરમ અ‍ને ત્રિપુરામાં વરસાદની ખાધ છે.

Leave a Comment