અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 27 ઓગષ્ટ સુધીની આગાહી, કેવો વરસાદ થશે? - GKmarugujarat

અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 27 ઓગષ્ટ સુધીની આગાહી, કેવો વરસાદ થશે?

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ઘણા દિવસોથી કોઈ નોંધપાત્ર વરસાદ નથી ત્યારે હજુ ચાલુ માહમાં પણ ધૂપછાંવ ભર્યો માહોલ યથાવત રહ્યો છે ત્યારે જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આજથી 27 ઓગષ્ટ સુધી કેવો વરસાદ થશે તેને લઈને મહત્વની આગાહી કરી છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીનું એક લોપ્રેશર ઓડિસા, ઝારખંડ ઉપરથી નોર્થ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં પહોંચ્યું છે. તેને આનુસંગિક અપરએર સાયકલોનીક સકર્યુલેશન 5.8 કી.મી. ની ઉંચાઈએ દક્ષિણ તરફ ઝૂકે છે. આ સિસ્ટમ્સ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને નોર્થ ઇસ્ટ એમ.પી. ઉપર 24 કલાકમાં આવી જશે.

ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો જે હિમાલયની તળેટીએ હતો તે હાલમાં નોર્મલ નજીક આવ્યો છે. ચોમાસુ ધરી ગંગાનગર, નારનોલ, સતના ત્યાંથી લોપ્રેશર અને ત્યાંથી બલસોર ત્યાંથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. આ ધરી 1.5 કી. મી.ની ઉંચાઈએ છે.

આ પણ વાંચો: આજના (22/08/2023 ના) બજાર ભાવ; કપાસ, ડુંગળી, ઘઉં, મગફળી વગેરેના ભાવ

હાલ વરસાદનું મઘા નક્ષત્ર શરૂ છે અને તેનું વાહન ઘોડો છે. કહેવાય છે કે, મઘા ના મોંઘા પાણી, માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે. આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. આમ, મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. તથા આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.

હાલના આ બે પરિબળ સિવાય ઓવરઓલ ફાયદો અને નુકશાન થાય એ પતિબળો આ મુજબ છે. (1) દા.ત. ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો નોમલ નજીક આવ્યો છે, જે આવતા જે નોર્મલ નજીક આવ્યો છે. જે આવતા બે ત્રણ દિવસ તે પ્રમાણે રહેશે. ત્યારબાદ નોર્મલથી ધરી ફરી ઉત્તર તરફ જશે. (2) 3.1 કી. મી. ના લેવલમાં ગુજરાત રાજ્ય ઉપરથી બે ત્રણ દિવસ ભેજ વધતો જશે. જેના અનુસંધાને બે ત્રણ દિવસ ભેજ વધુ રહેશે. ત્યારબાદ ફરીથી બાકીના આગાહી સમયમાં ભેજ ઘટવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં પવન વધુ રહેતો હતો. તેમાં પવનની ગતિ ઓછી થશે પરંતુ આગાહી સમયના પાછલા દિવસોમાં પવન ફરીથી વધુ થશે. વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. આજથી 27 ઓગસ્ટ સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહીના સમયમાં ચોમાસુ મંદ રહેશે. તેમજ ધુપછાવ માહોલ રહેશે. જ્યારે ગુજરાત રિજનમાં આગાહીના સમયમાં એક-બે દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ રહેશે. બાકીના દિવસોમાં ધુપછાવ વાતાવરણ રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

2 thoughts on “અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 27 ઓગષ્ટ સુધીની આગાહી, કેવો વરસાદ થશે?”

Leave a Comment