ચોમાસું હજુ મંદ છે અને આવતા સપ્તાહમાં પણ વરસાદના કોઈ ચાન્સ નથી. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા દિવસ થયા દેશ લેવલે ચોમાસુ મંદગતિએ છે. વરસાદની પોઝીશન જોઈએ તો, દેશ લેવલે 25 ઓગષ્ટ સુધીમાં 7% ની ઘટ્ટ છે. જયારે જુલાઈ આખર સુધીમાં ઇન્ડિયાનું ચોમાસુ નોર્મલથી સારું રહ્યું હતું.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 26 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર – કચ્છમાં મુખ્યત્વે મોટા વિસ્તારોમાં સૂકુ વાતાવરણ રહેશે. ચોમાસુ હજુ પણ મંદ રહેશે. ધુપછાંવ માહોલ રહેશે જેમાં તડકો થોડો વધશે તો ગુજરાત રીજનમાં પણ મુખ્યત્વે મોટા વિસ્તારોમાં સૂકુ વાતાવરણ રહેશે. ગાહીના સમયમાં અમુક દિવસ દ. ગુજરાતના અમુક ભાગોમાં છુટાછવાયા ઝાપટા તથા વરસાદ પડી શકે છે.
ગુજરાતના ખેડુતોને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે વરસાદ અંગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાટ જીલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે તેવી આગાહી કરાવામાં આવી છે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ રહી શેકે છે. જ્યારે 3 દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે, આગામી અઠવાડિયે માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ હળવાથી મધ્યમ વરસાદ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે.
આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સંભાવના વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકુ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ નોર્થ ગુજરાત પણ ડ્રાય એટલે કે સૂકુ રહેવાની શક્યતા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.