ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર: વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં

WhatsApp Group Join Now

વરસાદ ઘણો ખેંચાયો અને એકંદરે છેલ્લા એક મહિનાથી રાજ્યનાં અમુક વિસ્તારોને બાદ કરતા કોઈ ખાસ વરસાદ આવ્યો નથી. ચોમાસાની શરૂઆત પહેલાં જ આ વખતે ચોમાસુ થોડું નબળું રહે તેવી શકયતાઓ હતી.

મિત્રો મે મહિનાની સ્થિતિ મુજબ ચોમાસાનો પહેલો મહિનો એટલે કે જૂન મહિનો એક જ સારો વરસાદ દેખાઈ રહ્યો હતો. બીપરજોય વાવાઝોડાનાં કારણે આખું ચક્ર 20 દિવસ મોડું થયું અને ચોમાસુ જ લગભગ જુલાઈ મહિનામાં શરૂ થયું એટલે જૂનને બદલે જુલાઈ સારો રહ્યો હતો અને બિપરજોયનાં કારણે અમુક વિસ્તારોમાં જૂન પણ સુધરી ગયો હતો અને જે જુલાઈ સૌથી ખરાબ દેખાતો હતો તે હવે ઓગસ્ટ સૌથી ખરાબ ગયો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ માટે હજુ અઠવાડિયું રાહ જોવી પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં ઓગ્સ્ટ મહિનો લગભગ વરસાદ વગરનો રહ્યો છે, આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. જોકે, રાજ્યના બાકીના ભાગોમાં સામાન્ય માણસો અને ખેડૂતો દ્વારા વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. આ સિવાય જે વરસાદી સિસ્ટમ આપતો મોનસૂન ટ્રફ છે તે પણ સામાન્ય કરતા ઉત્તરમાં રહેતા વરસાદ ગુજરાત સહિતના પશ્ચિમના રાજ્યોમાં ખેંચાયો છે.

રાજ્યના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે આ સિવાય અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકા રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છની સાથે ઉત્તર ગુજરાત પણ મોટાભાગે સૂકું રહેવાની આગાહી શનિવારે કરી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, 29 તારીખ પછી અહીં પણ વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે. આ પછી નવસારી, વલસાડ, તાપી અને દમણમાં હળવો વરસાદ રહી શકે છે.

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી લગભગ સમગ્ર ગુજરાતમાંથી વરસાદ ગાયબ થવાની આગાહી કરી છે. હાલ રાજ્યમાં કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ બનવાનું અનુમાન કરવામાં આવ્યું નથી જેના કારણે રાજ્યમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે હમણાં રાજ્યમાં વરસાદ માટે રાહ જોવી પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદ રહેવાની સંભાવનાઓ નથી પરંતુ આકાશ વાદળછાયું રહી શકે છે. અલનીનોની સંભાવના અંગે અગાઉથી જ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને હાલ તેની અસરના કારણે વરસાદમાં ભારે ઘટાડો થયો છે. વાદળછાયું વાતાવરણ હોવાથી તાપમાનમાં હમણાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.

WhatsApp Group Join Now

Leave a Comment