અટલ પેન્શન યોજના: APY યોજનામાં થયો મોટો ફેરફાર, આ તારીખથી લાગુ

WhatsApp Group Join Now

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana – APY): જો તમે પણ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તમે પણ આ સરકારી યોજનામાં નોંધણી કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. આવતા મહિનાથી સરકાર આ યોજનામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ યોજના ઓક્ટોબર મહિનાથી ઘણા લોકો માટે બંધ કરવામાં આવી રહી છે એટલે કે હવે દેશના ઘણા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે.

નવા ફેરફાર હેઠળ, કરદાતાઓ 1 ઓક્ટોબર, 2022 થી યોજનામાં જોડાઈ શકશે નહીં. નાણા મંત્રાલયે આને લગતું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. વર્તમાન નિયમો અનુસાર, જો તમે ભારતીય નાગરિક છો અને તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે છે અને તમારી પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે, તો તમે APY માટે અરજી કરી શકો છો. પરંતુ નવો નિયમ લાગુ થયા બાદ જૂના ગ્રાહકોનું શું થશે?

આ અંગે પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ પંકજ મથપાલ જણાવ્યું છે કે, જો તમે અટલ પેન્શન યોજનામાં રોકાણ કર્યું છે તો નવા નિયમની તમને કોઈ અસર નહીં થાય. ભલે તમે પહેલાથી જ કરદાતા હોવ. જેમણે 1 ઓક્ટોબર પહેલા ખાતું ખોલાવ્યું હશે તેમને યોજનાનો લાભ મળતો રહેશે.

અટલ પેન્શન યોજના સંબંધિત દસ્તાવેજોમાં બેંક અને બચત ખાતાની માહિતી તેમજ APY રજીસ્ટ્રેશન ફોર્મ, આધાર/મોબાઈલ નંબર અને બચત ખાતામાં બેલેન્સની વિગતોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે.

આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ યોજના માટે તમે કોઈપણ બેંકમાં APY ખાતું ખોલાવી શકો છો. તમારા પૈસા ઓટો ડેબિટ દ્વારા તે બેંક ખાતામાંથી કાપવામાં આવે છે.

અટલ પેન્શન યોજના (APY) એ અસંગઠિત ક્ષેત્રના ભારતીય કામદારો માટે સારી યોજના છે. APY હેઠળ, 1,000, 2,000, 3,000, 4,000 અથવા 5,000 રૂપિયાના લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવે છે.

WhatsApp Group Join Now

Leave a Comment