વાવણીને લઈને ખેડુતો માટે માઠા સમાચાર! શું વરસાદનું જોર ઘટશે? ક્યારથી?

WhatsApp Group Join Now

ગુજરાતના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના થોડાક જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે મોટા ભાગના એવા વિસ્તારો છે કે જેમાં અડધી વાવણી થઇ છે. આવનાર ચારથી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ ઓછું જોવા મળશે. જેમને કારણે ઘણા બધા ભાગોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા ઓછી છે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

રાજ્યમાં કોઈપણ સમયે વરસાદ વરસી શકે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

કઈ તારીખથી વરસાદનું જોર ઘટશે
ખેડૂતમિત્રો આપ સૌ જાણો છો કે અરબી સમુદ્રની નબળી UAC સિસ્ટમ ગુજરાત પર આવવાને કારણે ગુજરાતમાં 12 જૂનથી 14 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ હવે 14 તારીખથી વરસાદનું જોર ધીમેધીમે ઘટતું જશે. આ પછી 15,16, 17 અને 18 જૂન સુધી ઓછો વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશેઆ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર 19 જૂન પછી ફરી વરસાદના ઉજળા સંજોગો બને તેવું વેધર ડેટા જણાવી રહ્યા છે. હાલમાં અરબી સમુદ્ર વરસાદના પરિબળો માટે થોડી નબળી છે, જ્યારે બંગાળની ખાડી સાવ નબળી છે. જોકે 19 જૂન પછી ભારતમાં ઘણા બધા રાજ્યો, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ હશે જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. જૂન મહિનાના છેલ્લા બે અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે.

વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment