આધાર કાર્ડને લઈને આવ્યા મોટાં સમાચાર: UIDAI આપશે મોટી રાહત, આધાર કાર્ડના તમામ કામ ઘરે બેઠાં થઈ જશે!

જો તમે આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે આધાર સેન્ટર પર જવાનું પસંદ નથી કરતા, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. આધાર કાર્ડ બનાવતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India – UIDAI) ની દેશના કરોડો આધાર કાર્ડ ધારકોને હોમ સર્વિસ પૂરી પાડવાની યોજના છે. UIDAI આ કાર્ય માટે લગભગ તૈયાર છે જેથી લોકો હોમ સર્વિસ દ્વારા તેમના આધાર કાર્ડમાં નામ, ફોન નંબર, સરનામું, બાયોમેટ્રિક અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સરળતાથી ફેરફાર કરી શકે.

આધાર કાર્ડ સેન્ટરમાં કેમ જવું પડે છે?
ખરેખર, તમે આધાર કાર્ડમાં ઓનલાઈન ઘણા ફેરફારો કરાવી શકો છો જેમ કે તમે ઘરે બેઠા સરનામું બદલી શકો છો. જો કે, ફોન નંબર બદલવા (અપડેટ) અથવા બાયોમેટ્રિક વિગતોમાં ફેરફાર માટે, વ્યક્તિએ આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવી પડે છે. UIDAI ની હવે એવી યોજના છે કે લોકો મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક વિગતોમાં ઘરે બેઠા ફેરફાર કરી શકે.

UIDAI ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં કામ કરતા હજારો પોસ્ટમેનને તાલીમ આપી રહી છે, જેથી તેઓ ઘરે બેઠા આધાર અપડેટ પ્રક્રિયા કરાવી શકે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ કામ માટે લગભગ 1.5 લાખ પોસ્ટમેનને બે અલગ-અલગ તબક્કામાં તાલીમ આપવામાં આવશે અને પ્રથમ તબક્કામાં લગભગ 50,000 પોસ્ટમેનને તાલીમ આપવાનું કામ ચાલી રહ્યું છે. તાલીમ પૂર્ણ થયા બાદ આ પોસ્ટમેન લોકોને ઘરે બેઠા આધાર કાર્ડમાં અપડેટની સેવા પૂરી પાડી શકશે.

આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા ઘરે બેઠા પણ થઈ શકશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટમેન માત્ર આધાર કાર્ડમાં જરૂરી ફેરફાર જ નહીં કરી શકશે, તેઓ નવું આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયા પણ કરાવી શકશે. આ માટે UIDAI આ પોસ્ટમેનને ડિજિટલ ગેજેટ્સ પણ આપશે. જો ઘર બેઠા આધાર કાર્ડ બનાવવું શક્ય બનશે તો દેશના નાગરિકો માટે મોટી સુવિધા બની રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટમેન નવા આધાર કાર્ડ બનાવવામાં પણ મદદ કરશે. તેઓ ડિજિટલ ગેજેટ્સથી સજ્જ હશે. UIDAI દેશના 755 જિલ્લામાંથી દરેકમાં આધાર સેવા કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય ધરાવે છે. હાલમાં 72 શહેરોમાં 88 UIDAI સેવા કેન્દ્રો છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *