હવામાન વિભાગની મોટી આગાહી; આજે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં? - GKmarugujarat

હવામાન વિભાગની મોટી આગાહી; આજે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

રાજયમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં વરસાદથી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે તો હજી કેટલાક વિસ્તારોમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં સર્વત્ર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

આજે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપાવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. વલસાડ જિલ્લાના 70 કિ.મી. ના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા.

 બીજી બાજુ અમરેલી-જાફરાબાદના શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટના દરિયામાં તીવ્ર કરંટ જોવા મળ્યો હતો. દરિયાના કિનારેથી મોજા ઉછળતા પાણી છેક જાફરાબાદના રોડ સુધી પહોંચ્યા હતા. દરિયામાં 8થી 10 ફૂટના મોજા ઊછળી રહ્યાં હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે પ્રવાસીઓની સુરક્ષા માંટે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અંગે સૂચન કરાયા હતા.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

Leave a Comment