સર્ક્યુલેશન સિસ્ટમની દિશા બદલાતા આગામી 48 કલાક ગુજરાત માટે ભારે…

WhatsApp Group Join Now

Circulation System Changes: અરબી સમુદ્રમાં ગયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરીથી રિટર્ન આવી રહી છે જેના પરિણામે આવતી 48 કલાકમાં હળવો મધ્યમથી ભારે તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તો કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

બાકીના ભાગોમાં પણ આવતી 48 કલાક છૂટો છવાયો સારો વરસાદ પડશે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદના અમુક વિસ્તારમાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પણ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં આવતી 24 કલાકમાં હળવો મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.

Circulation System Changes: તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, નવસારી અને ડાંગ સહિતના વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવો મધ્યમથી ભારે વરસાદ થશે તો બાકીના વિસ્તારમાં ઝાપટાથી હળવો વરસાદ પડી શકે છે.

મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ અને વડોદરા સહિતના વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ થશે જ્યારે ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ઝાપટાથી માંડીને છૂટો છવાયો હળવો વરસાદ તો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાતમાં રાધનપુર, દિયોદર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અંબાજી સહિતના ભાગોમાં હળવો મધ્યમ વરસાદની શક્યતા તો બાકીના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા તેમજ અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

કચ્છમાં ખાવડા, નલિયા, ધોળાવીરા, માતાના મઢ, અંજાર, ભુજ, ગાંધીધામ અને માંડવી સહિતના વિસ્તારમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ તેમજ બાકીના વિસ્તારમાં ઝાપટાથી લઈને હળવો વરસાદ તો આવતીકાલે સમગ્ર કચ્છમાં વરસાદની સારી સંભાવના છે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment