ગુજરાત ઓરેંજ એલર્ટ: આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી…

WhatsApp Group Join Now

Gujarat Orange Alert: આજથી દક્ષિણ ગુજરાતની સાથે સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળશે. આજથી આવતા 48 કલાકમાં રાજ્યમાં બધી બાજુ સારા વરસાદની ઘણી સારી શકયતા છે. રાજ્યમાં 2 જુલાઈ સુધીમાં તમામ વિસ્તારોમાં સારો વરસાદ આવી જશે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં બધી બાજુ સારા વરસાદની શકયતા છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ થશે. તેમાં પણ વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લા આસપાસ જોરદાર વરસાદની પણ શકયતા રહેશે.

સવારથી બપોર સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર, લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર, લાગુ પૂર્વ અને મધ્ય સૌરાષ્ટ્ર એટલે કે જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દક્ષિણ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં સારા વરસાદની શક્યતા રહેશે.

Gujarat Orange Alert: ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર, લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર, લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ, સુરેદ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી અને જામનગર જિલ્લામાં પણ વરસાદની સારી શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શરૂઆત થવાની પૂરી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મેહસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે.

આજે કચ્છમાં પણ વરસાદની સારી શક્યતા છે અને અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદની પણ શક્યતા છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. અલગ અલગ વિસ્તારોમાં અલગ સમયે વરસાદની શરૂવાત થશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment