ખાતામાં વધારે ટ્રાન્ઝેક્શન ન કરતાં! સેવિંગ એકાઉન્ટમાં આટલી કેશ એન્ટ્રી થશે તો આવશે ITની નોટિસ, જાણો નિયમ…

WhatsApp Group Join Now

આજની આ મોંધવારીમાં તો દરેક લોકો બચત કરતા હોય છે, કારણ કે જેટલા પણ મધ્યમ વર્ગ પરિવાર છે તેઓને જો એક નવું બાઇક પણ ખરીદવું હોય તો તેની બચત વર્ષથી કરવાની શરૂ કરી દેતા હોય છે.

આ સાથે હવે તો ભવિષ્ય માટે અનેક બચત ખાતા અને પોલીસી આવી ગઇ છે જેમાં દર મહિને પોતાની સલેરમાંથી બચત કરી શકો છો. પરંતુ દરેકના મનમાં એક સવાલ થતો હોય છે કે વધુમાં વધુ કેટલી રકમ બચત ખાતામાં રાખી શક્યા છે અને એક વ્યક્તિ એક દિવસમાં કેટલી કેશ કાઢી શકે છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે ઈન્કમ ટેક્સના નિયમો અનુસાર કોઇ પણ વ્યક્તિ બચત ખાતામાં કુલ રોકડ જમા કે ઉપાડ 10 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ.

આ ઉપરાંત કલમ 269ST મુજબ, તમે એક જ વ્યક્તિ પાસેથી એક દિવસમાં ₹2 લાખ કે તેથી વધુ રોકડ (કેશ) સ્વીકારી શકતા નથી. આનો અર્થ એ છે કે એક દિવસમાં એક જ વ્યવહાર પર રૂપિયા 2 લાખથી વધુ કેશ લેવાનું યોગ્ય નથી.

આ સાથે તમે જો નાણાકીય વર્ષ (1 એપ્રિલથી 31 માર્ચ) દરમિયાન તમારા બેંકના ખાતામાં રૂપિયા 10 લાખથી વધુ કેશ જમા કરો છો, તો તમારે આ વાત આવકવેરા વિભાગને જાણ કરવી પડે છે. આ પદ્ધતિથી સરકાર મોટા રોકડ વ્યવહારો પર નજર રાખે છે.

હવે સવાલ એ છે કે જો એક નાણાકીય વર્ષમાં તમારા બચત ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુ રોકડ આવે તો શું થશે? તો તમે જો નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ તમારી બચત ખાતામાં જમા કરાવશો, તો બેંક આ અંગે આવકવેરા વિભાગને જાણ કરશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ પ્રકારની જમા “ઉચ્ચ મૂલ્યના વ્યવહારો” તરીકે ગણાય છે. આ સિવાય તમે એક જ દિવસે 50,000 રૂપિયાથી વધુ જમા કરાવશો, તો તમારે તમારું PAN (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) આપવો પડશે.

આવકવેરાની સૂચનાનો જવાબ કેવી રીતે આપવો?

જો તમને ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે આવકવેરાની નોટિસ મળે, તો તમારે તમારાં પૈસાનું ક્યાંથી આવ્યા છે તેને સાબિત કરવા માટે પુરાવા આપવા પડશે. આ પુરાવા તરીકે તમે બેંક સ્ટેટમેન્ટ, રોકાણના રેકોર્ડ, અથવા વારસાગત દસ્તાવેજો આપી શકો છો.

WhatsApp Group Join Now

Leave a Comment