ખેડૂતલક્ષી નિર્ણય/ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કૃષિ મંત્રીએ આપી જાણકારી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ 10મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

કૃષિ મંત્રી વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 ના ખરીફ પાકો મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે તારીખ 29 ઓક્ટોબર 2022થી કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો હતો. તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું સધન આયોજન કરવામાં આવેલ છે. વર્ષ 2022-23માં મગફળીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી છે.

મગફળી 5,850 પ્રતિ ક્વિન્ટલ
મગના ભાવ 7,755 પ્રતિ ક્વિન્ટલ
અડદના ભાવ 6600 પ્રતિ ક્વિન્ટલ
સોયાબીનના ભાવ 4,300 પ્રતિ ક્વિન્ટલ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે, ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ 25 સપ્ટેમ્બરથી શરૂ થયેલ છે જે 24 ઓક્ટોબર 2022 સુધી થનાર હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વીસીઈ (VCE) ની હડતાલના કારણે નોંધણી થઈ શકેલ નથી. આથી ખેડૂતોને નોધણીમાં મુશ્કેલીના ન પડે અને તમામ ખેડૂતોને નોંધણીની તક મળી રહે તે માટે હવે ખેડૂત નોંધણી 10મી નવેમ્બર સુધી કરાશે. આથી સર્વે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે નોંધણી કરાવવા અનુરોધ છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *