ગુજરાતના ખેડુતો તૈયાર રહેજો; આ તારીખથી વરસાદનું જોર વધશે, રાજ્યના આટલા જળાશયો એલર્ટ પર

WhatsApp Group Join Now

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી બુધવારેથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 27 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરીથી વધે તેવી શક્યતા છે.

27 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી ભેજવાળા પવન રહે તેવી સંભાવના છે. તો તેની અસર થવાથી રાજ્યમાં વરસાદ રહે તેવી શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાં છે. સૌરાષ્ટ્રમાં પણ એકાદ સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5થી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 71.67 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો સરેરાશ ગુજરાતમાં 25 ઇંચ વરસાદ વરસ્યો હોવાની માહિતી હવામાન વિભાગે આપી છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણના મોટાભાગના ડેમ અને તળાવ ઓવરફ્લો થયા છે. ત્યારે જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં વરસાદ વરસ્યો. જૂનાગઢમાં સિઝનનો 149 ટકા વરસાદ સાથે રાજ્યમાં સૌથી મોખરે છે. તો જૂનાગઢ બાદ કચ્છમાં સિઝનનો 132 ટકા વરસાદ પડી ચુક્યો છે. તો ગીરસોમનાથમાં 126 ટકા અને રાજકોટમાં સિઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

જામનગર જિલ્લામાં પણ 107 ટકા વરસાદ નોંધાયો છે. તો દ્વારકામાં પણ 107 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો પોરબંદરમાં 98 ટકા અને ભાવનગરમાં સિઝનનો 95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બોટાદ જિલ્લામાં પણ 91 ટકા અને અમરેલી જિલ્લામાં સિઝનનો 83 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

મહત્વનું છે કે ગુજરાતના 38 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો 93 તાલુકામાં 20થી 40 ઇંચ વરસાદ નોંધાયો. બીજી બાજુ 110 તાલુકામાં 10થી20 ઇંચ વરસાદ નોંધાયો. તો 10 તાલુકામાં માત્ર 5થી10 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે આવનારા સમયમાં સરેરાશ વરસાદ હજુ પણ વધવાની શક્યતા છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયો અંગે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજ્યના 206 જળાશયો પૈકી 87 જળાશય હાઈએલર્ટ, 16 જળાશય એલર્ટ અને 15 જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશય પૈકી 119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

WhatsApp Group Join Now

Leave a Comment