નમસ્કાર મિત્રો, ગુજરાતમાં અત્યારે ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 18 જુલાઇથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.
આવતીકાલે એટલે કે 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને ખેડામાં વરસાદની આગાહી છે.
તેમજ આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગરમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 જૂલાઈએ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, મોરબી અને જામનગરમાં વરસાદની આગાહી છે.
આ ઉપરાંત 19 જૂલાઈએ બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં પણ 19 જૂલાઈએ વરસાદની શક્યતા છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
20 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદ આશંકા છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે જે ગુજરાતમાં વરસાદ લાવશે. આ ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.
વધુમાં અંબાલાલ પટેલ જણાવ્યું કે, 20થી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.