ભારતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિટ વેવ, ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

WhatsApp Group Join Now

વરસાદ આગાહી: મિત્રો સૌ પ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો હાલમાં તાપમાનની રેન્જ અંદરના વિસ્તારમાં 40 થી 44 ડિગ્રીની રેન્જમાં જ્યારે દરિયાકાંઠે 36 થી 40 ની રેન્જમાં જનરલી તાપમાન ચાલી રહ્યું છે.

18થી 24 તારીખ સુધીના તાપમાનની વાત કરવામાં આવે તો હાલની રેન્જ સાથે જ એટલે કે 40 થી 44 ડિગ્રી તાપમાન મોટા ભાગના વિસ્તારમાં જોવા મળશે.

તો અમુક સીમિત વિસ્તારમાં પારો 44/45 ડિગ્રી વટાવી પણ શકે. જ્યારે દરિયાકાંઠે અંદરના વિસ્તાર કરતા બે ત્રણ ડિગ્રી ઓછું તાપમાન જોવા મળશે એટલે આકરા ઉનાળાનો અહેસાસ ચાલુ રહેશે.

હવે વાદળની વાત કરવામાં આવે તો મિડ તથા લો લેવલના વાદળોની ક્યારેક ક્યારેક આવનજાવન ચાલુ જ રહેશે. હવે માવઠાની વાત કરવામાં આવે તો ગઈ માવઠાની અપડેટ મુજબ 12 તારીખથી રાજ્યમાં એક સારા માવઠાનો જોરદાર રાઉન્ડ આવી ગયો છે વચ્ચે એકાદ દિવસ ગેપ બાદ કરતાં છૂટો છવાયો વરસાદ હાલ સુધી ચાલુ જ રહ્યો છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવે આગાહીના દિવસોમાં માવઠાની વાત કરવામાં આવે તો આપણા માટે એક રાહતના સમાચાર છે કે આગાહીના દિવસોમાં કોઈ ખાસ માવઠાની શકયતા રહેલી નથી.

એકલ દોકલ જગ્યાએ લોકલ વાદળ વધુ મજબૂત બને ને છાંટા કે હળવુ ઝાપટુ પડે તો પડે બાકી કોઈ ખાસ માવઠાની શકયતા આગાહીના દિવસોમાં જણાતી નથી જેથી ખેડૂતમિત્રો પોતાના ખેતીકામ હવે ચાલુ કરી શકે છે.

પવનની ગતિની વાત કરવામાં આવે તો 15 થી 20 km સુધીના પવનો જોવા મળશે જ્યારે ઝાટકાના પવનો 25 થી 30 km સુધીના પણ જોવા મળશે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment