વરસાદ આગાહી: ગત આગાહી પ્રમાણે મહત્તમ તાપમાન 44 ડિગ્રી પ્લસ જોવા મળ્યુ. તેમજ આગાહીના છેલ્લા એકાદ બે દિવસ સામાન્ય ઘટાડો જોવા મળ્યો. તેમજ આગાહી સમયમાં જોઈયે તો 30 કે 31 મે સુધી મહત્તમ તાપમાન 41 /42 કે અમુક સેન્ટરમાં 43 ડિગ્રી જોવા મળશે.
આ પછીથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. જેમાં જોઈયે તો સૌરાષ્ટ્રના ભાગોમાં રાહત મળતી જોવા મળશે. જયારે ગુજરાત રીજીયનમાં મધ્ય તથા ઉત્તરમાં તેને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તાપમાન ઉંચુ જોવા મળશે.

સવારના સમયે દરિયાઈ ભેજ યુક્ત પવનો તેમજ લો લૅવલના (ઘારીયા વાદળ) ના લીધે બફારાનો અનુભવ થશે. પવનો વીશે જોઈયે તો પશ્ચિમી પવનો સાથે મોટા ભાગે પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ ના જોવા મળશે જેમાં 31 મે સુધી પવનની ગતી વધુ જોવા મળશે, ત્યાર બાદના દીવસોમાં થોડો ઘટાડો થશે.
છાંટા છૂટી કે પ્રીમોન્સુન વરસાદ વીશે જોઈયે તો આગાહીના છેલ્લા દિવસ કે આગાહી બાદના દિવસોથી પ્રિમોન્સુન એક્ટિવિટી રૂપે સામાન્ય છાંટા છૂટી હળવો વરસાદ જોવા મળશે.
તેમાં પ્રિમોન્સુન વિશે જોઈયે તો પ્રિ મોન્સૂનની વ્યાખ્યા બધાના મત પ્રમાણે અલગ અલગ છે. જેમાં કેરળ માં imd સત્તાવાર ચોમાસુ જાહેર કરે પછી દેશના બાકી રહેલ ભાગોમાં જ્યા ચોમાસું ન જાહેર થયુ હોય ત્યાં પ્રિમોન્સુન ગણાય.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
નૈઋત્યનું ચોમાસું આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં પ્રવેશ માટે સ્થિતિ સાનુકૂળ બને તેવી શક્યતા છે.
નૈઋત્યનું ચોમાસું આગામી 5 દીવસમાં દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, માલદીવના બાકીના ભાગો અને કોમોરિન વિસ્તારમાં લક્ષદ્વીપ વિસ્તારના કેટલાક ભાગો, કેરળના કેટલાક ભાગો, દક્ષિણ પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિઓ પણ અનુકૂળ થવાની સંભાવના છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.