નવો મહિનો શરૂ થતાં ગેસના ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો ગેસના નવા ભાવ

WhatsApp Group Join Now

Gas cylinder price: દેશની ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. OMCએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 69.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સાથે જ એરલાઈન્સ કંપનીઓને પણ મોટી રાહત મળી છે. દેશમાં ઉડ્ડયન ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આકરી ગરમીમાં હવાઈ મુસાફરી સસ્તી થવાની સંભાવના છે.

OMCએ એવિએશન ફ્યુઅલના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. 6673.87 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. ગયા મહિને ભાવ રૂ. 749.25/KL વધ્યા હતા. આ પહેલા એપ્રિલમાં 502.91 રૂપિયા/કિલો લિટરનો ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં કિંમતોમાં રૂ. 624.37 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો હતો.

સરકારે આપી રાહત

સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડ ફોલ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) રૂ.5700 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 5200 પ્રતિ ટન. નવા દરો 1 જૂન, 2024થી અમલમાં આવ્યા છે.

મેટ્રો શહેરોમાં હવે આટલા રૂપિયાના સિલિન્ડર ઉપલબ્ધ થશે

Gas cylinder price: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં સતત ત્રીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 69.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર હવે દેશની રાજધાનીમાં 1676 રૂપિયામાં મળશે.

કોલકાતામાં સિલિન્ડરના ભાવમાં 72 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે અહીં સિલિન્ડર 1787 રૂપિયામાં મળશે. મુંબઈમાં સિલિન્ડર 69.50 રૂપિયા ઘટાડીને 1629 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં સિલિન્ડરની કિંમત 1840.50 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો: 2000 રૂપિયાની નોટને લઈને RBIનો નવો આદેશ જારી… જાણો શું?

ચંદીગઢમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1697 રૂપિયામાં મળશે. પટનામાં તેનો નવો દર 1932 રૂપિયા થઈ ગયો છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1704 રૂપિયામાં અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 2050 રૂપિયામાં મળશે.

WhatsApp Group Join Now

Leave a Comment