અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 6 તારીખ સુધીની આગાહી, પ્રિ-મોન્સુન વરસાદની આગાહી…

WhatsApp Group Join Now

Ashokbhai Patel Forecast: વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આજથી તા. 6 જુન સુધીની હવામાનની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, હવે ગરમી ઓછી રહેશે પણ બફારો રહેશે. નોર્મલ મહત્તમ તાપમાન 41થી 42 ડીગ્રી ગણાય. આગાહી સમયમાં તાપમાનની રેન્જ 40થી 43 ડીગ્રીની રહેશે.

પવનનું જોર યથાવત રહેશે. તો આગાહી સમયમાં 50 ટકા પ્રિ-મોનસુન એકટીવીટીની શકયતા રહેલી છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે-ત્રણ દિવસ વધુ ભાગોમાં આગળ વધશે.

Ashokbhai Patel Forecast: વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તા. 30 મે 2024 ના કેરાલા અને માહેમાં બેઠું અને નોર્થ ઈસ્ટ રાજયોના મોટાભાગોમાં આગળ વધ્યું. જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરા, મેઘાલયને આસામના મોટાભાગોમાં આગળ વધ્યું છે.

આવતા બે-ત્રણ દિવસમાં ચોમાસુ હજુ આગળ ચાલે તેવા સંજોગો છે. જેમાં અરબી સમુદ્રના મધ્યભાગો સુધી, દક્ષિણ ભારતના અમુક ભાગો, બંગાળની ખાડીના વધુ ભાગો તેમજ પૂર્વોત્તર રાજ્યોના બાકી ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કીમના ભાગોમાં આગળ વધશે.

આગાહી સમયમાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન રેન્જ 40થી 43 ડીગ્રીમાં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી રહેશે, બફારો રહેશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024: ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

આગાહી સમયના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવનની સ્પીડ 20થી 30 કિ.મી. – કલાકની ઝડપે અને ઝાટકાના પવનો 40 કિ.મી. કલાક ફૂંકાવાની શક્યતા આગાહી સમયમાં 50 ટકા પ્રિમોન્સુન એકિટવિટીની શક્યતા છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment