ગુજરાત એલર્ટ: હવામાન વિભાગની મોટી આગાહી, ખેડુતો વાવણીની તારીખ લખી લો…

WhatsApp Group Join Now

ગઈ કાલે મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે અને તે ખૂબ જ ઝડપી આગળ વધી રહ્યું છે. આમ, થોડા સમયમાં ચોમાસુ રાજ્યમાં બેસી જશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આવનાર પાંચ દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તથા અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ વરસી શકે છે.

બીજી બાજુ અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ ભાગમાં હજુ આગામી ચાર દિવસ સુધી સામાન્ય હળવો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૪૨ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં ઓછામાં ઓછુ તાપમાન 29.9 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના 16 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસુ પહોંચે તે પહેલા જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી ચુક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ચોમાસાની ગતિવિધિમાં વધારો ચાલુ થશે.

અરબી સમુદ્ર પર પવનની દિશા બદલાતા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તેથી 15 જૂનની વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ કેટલીક જગ્યાઓએ પવન પણ ફૂંકાશે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસની અંદર ચોમાસું અમદાવાદ પહોંચી શકે છે.

દક્ષિણ અને પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનોને કારણે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમમાં પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. ઉપલા સ્તરે વાદળો બંધાશે. આથી 13 મી જૂન બાદ રાજ્યમાં ચોમાસું આવી શકે છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર 15 જૂન બાદ વાવણી લાયક વરસાદ શરૂ થઈ શકે છે.

વરસાદ અંગેની વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment