આજે ચોમાસું મુંબઈ પહોંચી ગ્યા પછી, ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે ચોમાસાને લઈને કરી 5 મોટી આગાહી
1) ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે આગાહી જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આજે મુંબઈમાં એન્ટ્રી કરી દીધી છે. મધ્ય અરબી સમુદ્રનો ભાગ, કોંકણ વિભાગ, મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આજે ચોમાસું બેસી ગયું છે.
2) ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણ સારું છે.
3) દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર વેરાવળ પટ્ટીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું બેસે તેવા ઉજળા સંજોગો છે.
4) આગામી તારીખ ૧૫મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયાઈ પટ્ટીમાં ચોમાસું બેસી જશે.
5) પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઓરિસ્સા રાજ્યમાં 17મી જૂન સુધીમાં ચોમાસુ એન્ટ્રી કરી લેશે.
અશોકભાઇ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટાં પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે, ઉત્તર અને મધ્ય બંગાળની ખાડીથી ચોમાસુ આગળ વધ્યું છે. સિક્કિમ અને પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો પહાડી વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ગોવામાં પણ વરસાદ વરસી ચૂક્યો છે.
દેશના અનેક રાજ્યોમાં અને અનેક વિસ્તારોમાં ચોમાસાના વધામણા થઈ ચૂક્યા છે અને અમુક જગ્યાએ તેના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતા પાણી પાણી થઇ ચુક્યા છે.
હવામાન વિશ્લેષક અશોક પટેલની આગાહી મુજબ, 10 જુનના દિવસે ચીન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા રહ્યા હતા તેમજ દરિયા કિનારાના વિસ્તારો છે જ્યાં સાંજના સમયે ભારે પવન સુકાઈ રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર સારામા સારો વરસાદ જોવા મળી શકે છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.