સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પુર્ણ થતાં ગુજરાતમાં હવે કેવું વાતાવરણ રહેશે?

WhatsApp Group Join Now

Gujarat Rainfall: સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા તથા દક્ષિણ ગુજરાતના સુરત સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

Gujarat Rainfall: રાજ્યમાં સૌથી વધારે બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણાં 4 ઇંચ, બહુચરાજીમાં 4 ઇંચ, ચીખલીમાં 4 ઇંચ, દાંતીવાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આજે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોના છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા અને અમુક સીમિત એકલ દોકલ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકલ દોકલ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના રહેશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારી વરાપ જોવા મળશે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment