હસ્ત (હાથીયો) નક્ષત્ર: ક્યું વાહન? કેટલો વરસાદ? જાણો હાથીયા નક્ષત્રની લોકવાયકા

WhatsApp Group Join Now

હસ્ત નક્ષત્રને હાથી નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 27/09/2023 ને બુધવાર થશે. હાથી નક્ષત્ર સૂર્યનારાયણનું ભ્રમણ તારીખ 10/10/2023 સુધી કરશે. હાથી નક્ષત્રનું વાહન દેડકાનું છે.

નક્ષત્રોમાં સૌથી પ્રખ્યાત, સૌનો જાણીતો, સૌનો પ્રિય એટલે હાથીયો નક્ષત્ર. વરસાદમાં રુચિ ધરાવતા ઘણા લોકો એવા હશે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે ના હોય હાથિયા નક્ષત્રની ખબર હોય કે આ નામનો કોઈ નક્ષત્ર આવે છે.

આ નક્ષત્રનો વરસાદ એટલે ચોમાસાનો છેલ્લો વરસાદ ગણાય આ નક્ષત્ર બાદ જે વરસાદ પડે તેને માવઠા ગણાય. હાથિયા નક્ષત્રનો વરસાદ સમય પ્રમાણે ફાયદાકારક અને નુકશાનકારક બને ગણી શકાય. જે વર્ષે ચોમાસાનો પાછળનો ભાગ નબળો હોય એ વર્ષે ફાયદાકારક ગણાય અને ચાલુ વર્ષની જેમ વરસાદની અછત સમયે વરસાદ પડે તો ફાયદો કરે અને હાથીયાનું ઠંડુ પાણી અને વધુ પડતો પવન પાકોને નુકશાન કરી શકે છે.

આ નક્ષત્રની ખાસિયત છે કે કાન ફાડી નાખે તેવા તીવ્ર વીજળીના કડાકા ભડાકા થાય છે. ઘણી જગ્યાએ વીજળી પણ પડે અને મીની વાવાઝોડા જેવા પવન સાથે આગમન થાય અને બપોર બાદથી રાત સુધીના સમયગાળા દરમિયાન જ વધુ જોર કરે આ બધી તેની વરસવાની મુખ્ય ખાસિયત કહેવાય છે.

પરંતુ જે વર્ષે હાથીયામાં લો પ્રેશર ગુજરાત પર આવે ત્યારે જ્યાં લો પ્રેશરના વાદળોનો મુખ્ય ઘેરાવો હોય ત્યાં આ બધી ખાસિયત સાથે વરસાદ ના પડે માત્ર તીવ્ર ગાજવીજ સાથે પડે અને પવન ના પણ હોય પરંતુ સિસ્ટમના કેન્દ્રના ઘેરાવાથી દુર જે થન્ડરસ્ટ્રોમ બને તેમાં તેની ખાસિયતો સાથે વરસાદ પણ પડે.

આ વર્ષે હાથિયો બેસતા જ તેની સૂંઢ છુટા છવાયા વિસ્તારમાં ફેરવવાનું ચાલુ કરશે કેમ કે હાલ છુટા છવાયા વિસ્તારમાં વરસાદનો રાઉન્ડ શરૂ છે. જો વરસે હાથીયો તો મોતીએ પુરાય સાથીયો, હાથિયો વર્ષે હાર તો આખું વર્ષ પાર, હાથિયો વરસે તો આગળનું વર્ષ પણ સારું થાય આવી બધી કહેવતો છે.
હાથી નક્ષત્ર ભારે વરસાદનુ છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે. ત્યાર બાદનાં (સ્વાતિ, ચિત્રા) નક્ષત્રોમાં માવઠા ગણવામાં આવે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment