એલર્ટ/ સાવધાન; આજે અને કાલે આ જિલ્લામાં ધોધમાર વરસાદની મોટી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ?

WhatsApp Group Join Now

આજે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ બપોર બાદ ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એક્ટિવિટી સતત ચાલુ રહેશે.

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શનિવાર રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 18 સપ્ટેમ્બર સોમવારના રોજ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા નદીમાં વધતા જતા જળસ્તરને જોતા કાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા છે. આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

આજે આ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 18 સપ્ટેમ્બરે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આજે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે તેથી અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આવતી કાલે આ જિલ્લામાં એલર્ટ

આવતી કાલે 19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment