સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, નવા આગાહીકારે કરી મોટી આગાહી

WhatsApp Group Join Now

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. પરંતું જેમ જેમ ચોમાસુ નજીક આવે છે તેમ તેમ લોકોને કુદરતી આફતોનો ડર પણ સતાવવા લાગે છે.

ચોમાસાના વરસાદની સાથે કેટલીક વખત તોફાની પવનો નીકળે છે જેના કારણે કાચા મકાનો ઉડી જતા હોય છે. હાલમાં દરેક લોકોની નજર અલગ-અલગ આગાહીકારો અને હવામાન વિભાગની આગાહી ઉપર હોય છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ છે અને અમુક વિસ્તારોમાં તો સતત ત્રણથી ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જોકે અમુક પંથકમાં હળવા ઝાપટા પડી રહ્યા છે અને અમુક પંથકમાં તો હજી વરસાદનું આગમન પણ બાકી છે. તમને જણાવી દઈએ કે આગામી બે-ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ જશે.

આ સાથે સાથે હાલમાં નવા હવામાનશાસ્ત્રી અંકિત પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે. અરબી સમુદ્ર તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રના નજીકના દરિયાકાંઠે એર સાઈક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. દરિયાની સપાટીથી આશરે ત્રણથી ચાર કિલોમીટર સુધીના વિસ્તારમાં અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જોવા મળ્યું છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું ભારેથી અતિભારે સક્રિય થાય તેવું જાણવા મળી રહ્યું છે.

આ સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ પંથકમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો નોંધાતા આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ ગયા હતા અને પછી ધડાકા કડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થઇ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment