ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. હવામાન વિભાગે 1 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તથા 1 તારીખે નવસારી, વલસાડ અને દિવમાં વરસાદ પડી શકે છે.

2 તારીખે દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં તેમજ 3 તારીખે બનાસકાંઠા, પાટણમાં, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment