ચોમાસુ નક્ષત્ર 2022: ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો સંપુર્ણ માહિતી

WhatsApp Group Join Now

ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે જાણીશું કે 2022માં કેટલાં નક્ષત્રો કેટલો વરસાદ આપશે.

ચોમાસાના વરસાદના કુલ 11 નક્ષત્રો છે. મોટાં ભાગના હવામાન શાસ્ત્રીઓ આ નક્ષત્રો પ્રમાણે જ આગાહી કરતા હોય છે. તો ચાલે આજે આપણે આ વર્ષના વરસાદના નક્ષત્રો ક્યારે શરૂ થશે અને ક્યાં નક્ષત્રનું વાહન ક્યું છે અને તે ક્યારે શરૂ થશે તેના વિશે માહિતી મેળવીએ.

1) મૃગશીર્ષ નક્ષત્ર: વરસાદનું સૌથી પહેલું નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્ર છે જે તા. 08/06/2022 ને બુધવારે બેસશે. આ નક્ષત્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. આ નક્ષત્રમાં વરસાદ નહિવત્ અને ગરમીનું પ્રમાણ વધારે હોય છે.

2) આર્દ્રા નક્ષત્ર: આદ્રા નક્ષત્રની શરૂઆત તા. 22/06/2022 ને બુધવારથી શરૂ થશે, આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્રથી વરસાદની શરૂઆત થતી હોય છે. સામાન્ય-મધ્યમ અથવા વાવણી લાયક વરસાદ પણ જોવા મળતો હોય છે.

3) પુનર્વસુ નક્ષત્ર: વરસાદનું પુનર્વસુ નક્ષત્ર તા. 06/07/2022 ને બુધવારથી ચાલુ થશે, આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે.

4) પુષ્ય નક્ષત્ર: પુષ્ય નક્ષત્રનું વાહન શિયાળ છે અને તે તા. 20/07/2022 ને બુધવારથી ચાલુ થશે. આ નક્ષત્રમાં પવન સાથે મધ્યમ વરસાદ પડતો હોય છે.

5) આશ્લેષા નક્ષત્ર: આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને તે તા. 03/08/2022 ને બુધવારથી ચાલુ થશે. આ નક્ષત્રમાં વરસાદ સારો પડતો હોય છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.

6) મઘા નક્ષત્ર: મઘા નક્ષત્રના વરસાદથી પાણીની સમસ્યા દૂર થતી હોય છે. આ નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન ગણવામાં આવે છે. આ નક્ષત્ર તા. 17/08/2022 ને બુધવારથી ચાલુ થશે. આ નક્ષત્રનું વાહન ઘોડો છે અને આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે.

7) પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર: આ નક્ષત્ર તા. 30/08/2022 ને મંગળવારથી સૂર્યનો ફાલ્ગુની નક્ષત્રમાં પ્રારંભ થશે. આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્રમાં પવનનું જોર વધારે હોય છે અને સારો વરસાદ પડે છે.

8) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: આ નક્ષત્રની શરૂઆત તા. 13/09/2022 ને મંગળવારે થશે. આ નક્ષત્રનું વાહન ગર્દભ છે અને આ નક્ષત્રમાં મેઘ ગર્જના સાથે વરસાદ તૂટી પડે છે.

9) હસ્ત નક્ષત્ર: હસ્ત એટલે કે હાથી નક્ષત્ર તા. 27/09/2022, મંગળવારથી શરૂ થશે. આ નક્ષત્રમાં છૂટો છવાયો તોફાની વરસાદ પડતો હોય છે અને આ નક્ષત્રનું વાહન શિયાળ છે.

10) ચિત્રા નક્ષત્ર: ચિત્રાને ઘેલી ચિત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિત્રા નક્ષત્ર તા. 10/10/2022 ને સોમવારથી શરૂ થશે.જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો નદી નાળા છલકાઈ જાય છે.

11) સ્વાતિ નક્ષત્ર: વરસાદનું છેલ્લું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર તા. 24/10/2022થી શરૂ થશે. આપ નક્ષત્રમાં વરસાદ મધ્યમ રહે છે.

વરસાદ અંગેની વધુ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ચોમાસુ નક્ષત્ર 2022: ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો સંપુર્ણ માહિતી”

Leave a Comment