આજે આ જિલ્લામાં હળવો, મધ્યમ વરસાદ; આજથી વાતાવરણમાં પલટો, આ વિસ્તારોમાં વરસાદનો વિરામ

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે 11મી જુલાઇથી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ વિરામ લઈ શકે છે. આ સાથે જ હવામાન વિભાગ પ્રમાણે આ અઠવાડિયામાં કેવું હવામાન રહેશે તેની આગાહી કરવામાં આવી છે.

વરસાદનો મુખ્ય રાઉન્ડ પૂર્ણ થશે પરંતુ વરસાદ સાવ બંધ નહિ થાય એટલે કે ક્યાંક વરસાદી વાતાવરણ રહેશે તો ક્યાંક વરાપ જોવા મળશે. આ વાતાવરણ 17 તારીખ સુધી રહેશે.

આજે દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી રેડાં ઝાપટા ચાલુ રહેશે. બાકી બધે પણ છૂટું છવાયા વરસાદની શક્યતા રહેશે.

આજથી એટલે 11 જુલાઈથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા જામનગર , પોરબંદર , દ્વારકા, મોરબી વગેરે જિલ્લામાં વરસાદથી રાહત મળી શકે છે. જોકે છૂટા છવાયા કોઈ વિસ્તારમાં ઝાપટાંથી લઈને હળવો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના બાકી રહેલા જિલ્લા તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત લાગુ ઉતર ગુજરાતમાં હજુ આવતા બે દિવસ હળવો, મધ્યમ અને એકલદોકલ વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે.

14થી 16 જુલાઈ ક્યાંક વરાપ તો ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. 16/17 તારીખથી વધુ એક વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું પડે તેવી શક્યતાઓ દેખાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે. તો આવતીકાલે, 12મી જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ સિવાય ગુરૂવારે એટલે 13 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

14મી જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે.

તો 15 અને 16 તારીખે ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ તથા દીવમાં વરસાદ થઈ શકે છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment