આજે આ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ, કાલથી વરસાદનું જોર ઘટશે? ખેડૂતો તૈયારી કરી લો…

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, ગઈ કાલે આગાહી મુજબ કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આવતી કાલ સવાર એટલે કે 11 તારીખ સવાર સુધી ભારે વરસાદની શક્યતા રહેશે.

કાલ સવાર સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. કોઈ એકાદ બે જગ્યાએ અતિશય ભારે વરસાદ પણ આવી શકે છે એટલે તૈયારીમાં રહેવું.

આ સિવાય, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને તેને લાગુ મધ્ય-પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કોઈ કોઈ જગ્યાએ સારો / ભારે વરસાદ આવે તેવી શક્યતા રહેશે. તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડાં ઝાપટા ચાલુ રહેશે.

આજ સાંજ પછી મધ્ય પૂર્વ ગુજરાત ખાસ કરીને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદમાં વધારો થાય અને ત્યારે તેને લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતને લાગુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના રહેશે. જેમાં આગામી 24 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેશે. તો આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આજથી 12 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે વરસાદના જોર ઘટવાની આગાહી કરતા જણાવ્યું કે, 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ પછિ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે અને લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ પડશે. જોકે 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રાઉન્ડ આવશે.

તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 10 તારીખે આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી વરસાદનું જોર ઘણું ઘટી જવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment