1 ઓક્ટોમ્બરથી થશે આ 8 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો…

WhatsApp Group Join Now

New Rules from October 1: થોડાક દિવસો પછી નવો મહિનો શરૂ થવાનો છે. 1 ઓક્ટોબરથી સરકાર દ્વારા ઘણા ફેરફારો કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આમાં નાની બચત યોજનાથી લઈને ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારોનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ 1લી તારીખથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

(1) સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોમાં ફેરફાર થશે
કેન્દ્ર સરકાર દ્વારા દર 3 મહિને પછી નાની બચત યોજનાના વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવે છે. તેથી સરકાર ટૂંક સમયમાં PPF, સિનિયર સીટીઝન બચત યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઉપલબ્ધ વ્યાજની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર 30 સપ્ટેમ્બરે નવા વ્યાજ દરોની જાહેરાત કરી શકે છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે.

(2) ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે
RBI 1 ઓક્ટોબરથી કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશન (CoF Card Tokenisation) નિયમો રજૂ કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, ટોકનાઈઝેશન સિસ્ટમમાં ફેરફાર બાદ કાર્ડધારકોને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે. ટોકનાઈઝેશન સિસ્ટમ લાગુ કરવાનો હેતુ ઓનલાઈન બેંકિંગ છેતરપિંડી અટકાવવાનો છે.

(3) ગેસ સિલિન્ડરના દરમાં ઘટાડો થઈ શકે છે
દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના દરની સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે. નેચરલ ગેસના ભાવમાં નરમાઈના કારણે તેમાં ઘટાડો જોવા મળી શકે છે. આમ, સામાન્ય જનતાને ગેસ સિલિન્ડરની કિંમતોમાં રાહત મળી શકે છે.

(4) પીએમ કિસાન યોજના
મોદી સરકારે દેશભરના ખેડૂતો માટે ઘણી યોજનાઓ બનાવી છે. આમાંથી એક યોજનાનું નામ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) છે. આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. એટલે કે ખેડુતોને ત્રણ હપ્તામાં બે-બે હજાર રૂપિયા આપવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં ખેડુતો હવે આ યોજનાના 12મા હપ્તાની રાહ જોઈને બેઠાં છે. એટલે આવતા મહિનામાં આ યોજનાનો 12મો હપ્તો આવી શકે છે.

(5) અટલ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર થશે
આ સિવાય 1લી તારીખથી ટેક્સ ચૂકવનારા ગ્રાહકો અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકશે નહીં. વર્તમાન નિયમોની વાત કરીએ તો આ સમયે 18 વર્ષથી 40 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ આ સુવિધાનો લાભ લઈ શકે છે. ભલે તે ટેક્સ ભરે કે ન ભરે. આમ, 1લી તારીખથી અટલ પેન્શન યોજનાના નિયમોમાં સૌથી મોટો ફેરફાર થશે.

(6) મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ફેરફાર
1 ઑક્ટોબરના રોજ અથવા તે પછી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓએ નોમિનેશનની વિગતો આપવાની રહેશે. તેમજ, જે રોકાણકારો આમ નહીં કરે, તેમણે એક ઘોષણા ભરવાનું રહેશે. જાહેરનામામાં નોમિનેશનની સુવિધા જાહેર કરવાની રહેશે. અગાઉ આ નિયમ 1 ઓગસ્ટ, 2022થી લાગુ થવાનો હતો, જો કે આવું થઈ શક્યું નહીં અને આ સમયમર્યાદા 1 ઓક્ટોબર, 2022 સુધી લંબાવવામાં આવી હતી. હવે આવતા મહિનાથી તેનો અમલ કરવામાં આવશે.

(7) 5G સેવાઓ શરૂ થશે
5G સ્પેક્ટ્રમની હરાજીથી દેશના તમામ લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તેની રાહનો અંત આવવાનો છે. વડાપ્રધાન મોદી 1 ઓક્ટોબરે 5G સેવાઓ શરૂ કરી શકે છે. ઓક્ટોબરમાં જ ઘણા શહેરોમાં 5G સેવાઓ શરૂ થશે.

(8) રેશનકાર્ડ ધારકો માટે
દેશભરમાં કોરોના લોકડાઉનના સમયથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ પાંચ કિલો મફત રાશન આપવામાં આવી રહ્યું છે. હાલમાં, આ યોજનાની અવધિ 30 સપ્ટેમ્બર સુધી છે. હવે આ યોજનાને આગળ લઈ જવી કે નહીં તે અંગે ચર્ચા વિચારણા શરૂ છે. આમ, રેશનકાર્ડ ધારકો માટે આ નિર્ણય ખુબ મહત્વપુર્ણ ગણાશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment