1 સપ્ટેમ્બરથી થશે આ 4 મોટાં ફેરફારો; તમારા ખિસ્સા પર પડશે મોટી અસર, જાણો નવા નિયમો…

WhatsApp Group Join Now

ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, બે દિવસ પછી સપ્ટેમ્બર શરૂ થશે. 31મી ઓગસ્ટે અનેક મહત્વના કામોની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. આ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે 31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીની રજા છે. ઓગસ્ટ મહિનો પુરો થતાં જ તમને અસર કરતાં ઘણાં નિયમો પણ બદલાઈ જશે. જે નીચે મુજબ છે.

(1) પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) :
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો 31 ઓગસ્ટ સુધીમાં eKYC કાર્ય પૂર્ણ કરી લેજો. કારણ કે સરકાર દ્વારા eKYC પૂર્ણ કરવા માટે છેલ્લી તક આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 12મો હપ્તો પણ યોજના હેઠળ આપવાનો છે. જો તમે eKYC નહીં કરો તો તમારો આગામી હપ્તો બંધ થઈ જશે.

અગાઉ, સરકાર દ્વારા eKYC કરાવવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હતી. જેને સરકારે 31 ઓગસ્ટ સુધી લંબાવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પીએમ કિસાનનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

(2) પંજાબ નેશનલ બેંક (Punjab National Bank – PNB) :
જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે, તો કોઈ પણ સંજોગોમાં 31 ઓગસ્ટ સુધીમાં તમારું KYC પૂર્ણ કરી દેજો. બેંક દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો KYC સમયમર્યાદામાં પૂર્ણ ન થાય તો એકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવી શકે છે. PNB દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગ્રાહકનું KYC બાકી છે તો 31 ઓગસ્ટ સુધીમાં આધાર શાખામાં જઈને આ કામ પૂર્ણ કરો.

(3) ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ વેરિફિકેશન (Income Tax Return File Verification)
જો કોઈ કરદાતા 31 જુલાઈ પછી ITR ફાઈલ કરે છે, તો તેને વેરિફિકેશન માટે 30 દિવસનો સમય મળે છે. 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરનારાઓને વેરિફિકેશન માટે 120 દિવસનો સમય મળશે. આવી સ્થિતિમાં, જો કોઈ કરદાતાએ 1 ઓગસ્ટના રોજ તેનું રિટર્ન ફાઈલ કર્યું હોય, તો તેના વેરિફિકેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટે પૂરી થાય છે. ચકાસણી વિના, રિટર્ન પૂર્ણ ગણવામાં આવશે નહીં.

(4) વીમા પોલિસીનું પ્રીમિયમ (Premium of Insurance Policy)
1 સપ્ટેમ્બરથી, તમારી વીમા પોલિસીનું પ્રીમિયમ ઘટાડવામાં આવશે. તેનું કારણ વીમા નિયમનકાર IRDAI દ્વારા સામાન્ય વીમાના નિયમોમાં ફેરફાર છે. હવે એજન્ટને વીમા કમિશન પર 30થી 35 ટકાના બદલે માત્ર 20 ટકા કમિશન મળશે. તેનાથી લોકોનું પ્રીમિયમ ઘટશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment