ગુજરાતમાં ફરી મેઘતાંડવ/ આજે રાત્રે અને કાલે, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ - GKmarugujarat

ગુજરાતમાં ફરી મેઘતાંડવ/ આજે રાત્રે અને કાલે, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે ચોમાસાની વિવિધ સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે સમગ્ર ગુજરાતને વરસાદ મળવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોની સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ માછીમારોને દરિયો ખેડવાની ન જવાની સુચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે અનુમાન મુજબ, આજથી 12 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે જ નર્મદા, તાપી અને રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.

અંબાલાલ પટેલે વરસાદના જોર ઘટવાની આગાહી કરતા જણાવ્યું કે, 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ પછિ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે અને લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ પડશે. જોકે 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રાઉન્ડ આવશે.

તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદના કારણે જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લમાં રેડ એલર્ટ આપ્યા છે.

આ સિવાય અતિભારે વરસાદના કારણે આજે જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સિવાય ભારે વરસાદના કારણે આજે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, ભરૂચ, તાપી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તો આવતી કાલે 9 તારીખે અતિ ભારે વરસાદના કારણે મોરબી અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ જામનગર, રાજકોટ, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે

આ સિવાય આગામી 2-3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે ચેતવણી આપવામાં આવી છે અને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે.

Leave a Comment