ગુજરાતમાં મેઘતાંડવ / બંગાળની ખાડીનું લો પ્રેશર, ભારેથી અતિભારે વરસાદની આગાહી - GKmarugujarat

ગુજરાતમાં મેઘતાંડવ / બંગાળની ખાડીનું લો પ્રેશર, ભારેથી અતિભારે વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, અગાઉ જણાવ્યું હતું તે મુજબ 23/24 જૂનથી નવો રાઉન્ડ શરૂ થશે એ પ્રમાણે ગઈકાલે ભાવનગરના ગારીયાધાર બાજુથી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે મધ્ય ગુજરાતમાં કડાકા ભડકા સાથે વરસાદ ચાલુ જ છે.

જેમ જેમ દિવસો જશે તેમ તેમ વરસાદનો વિસ્તાર વધતો જશે. હાલ મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ આજ ગઈકાલ કરતાં વધારે વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ જશે.

વરસાદના આ રાઉન્ડમાં 70-80 ટકા વિસ્તારમાં વરસાદની આશા રાખી શકાય. બીપરજોય વાવાઝોડામાં જે લોકોને વરસાદનો સૌથી ઓછો લાભ મળ્યો હતો તેવા વિસ્તારમાં આ રાઉન્ડનો સૌથી વધુ લાભ મળશે. એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જેવા વિસ્તારમાં આ રાઉન્ડની સૌથી વધુ અસર રહેશે તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સારો વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 27 જૂનથી 30 જૂનમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા રહેશે. અમુક સીમિત વિસ્તારમાં ભુક્કા પણ કાઢશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની પુરી શકયતા છે ખાસ કરીને ઉતરપૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ – કચ્છના બાકીના બીજા વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ પડી શકે છે.

આવતીકાલે મુંબઈમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ જશે તો અગાઉ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ 26-27 તારીખે સતાવર ચોમાસાનું આગમન થઈ શકે છે. ત્યારબાદ આ મહિનાના અંત સુધી ક્રમશ ગુજરાતના બાકીના વિસ્તારમાં ચોમાસુ આગળ વધશે.

આ રાઉન્ડમાં 27 તારીખથી બંગાળની ખાડીમાં લો પ્રેશર આધારિત વરસાદ પણ આવશે એટલે એ લો પ્રેશરના રૂટ આધારિત વરસાદ રહેશે. જો તે ગુજરાત તરફ આવશે તો ગુજરાતના બખ્ખા પડી જશે પરંતુ હાલ તેનો રૂટ ફાઇનલ નથી.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment