અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલની મોટી આગાહી; ગુજરાતમાં ધોધમાર વરસાદ ક્યારે?

નમસ્કાર મિત્રો, ઘણા સમયથી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે. લોકો પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે રાજયમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આજથી પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઈ જશે. ઝાપટાથી માંડી છુટોછવાયો વરસાદ ચાલુ થશે. 28મી જૂનથી 4 જુલાઈ દરમ્યાન ગુજરાતમાં ચોમાસુ આગળ વધશે અને વરસાદનો સારો રાઉન્ડ આવશે.

23 જૂનથી 27 જૂન સુધીની સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતની આગાહી કરતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આગાહી સમયમાં પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે ઝાપટાથી લઈને છૂટાછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં ગુજરાત રીજનમાં વરસાદની માત્રા વધુ રહેશે.

તો બીજી બાજુ અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમને 28, 29 અને 30 જૂને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સાથે જ 1 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે કચ્છ સહિતના જિલ્લાઓ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા દર્શાવી છે. તેમજ દક્ષિણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment