ગુજરાતમાં આગામી 4 દિવસ મેઘતાંડવ; જાણો ક્યાં ક્યાં? ભારેથી અતિભારે વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશથી થઈ ગુજરાત અને રાજસ્થાન તરફ આવશે. જ્યારે આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન તરફ આવશે ત્યારે ભારે વરસાદ પડશે.

આજથી વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે. આજે સૌથી પહેલા વલસાડ, નવસારી, અરવલ્લી, મહિસાગર, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ વધતો જશે.

રાજ્યમાં 27થી 30 જૂન વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ આગાહીનાં સમયગાળા દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 27 જૂનની આસપાસ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં પણ વરસાદનું જોર વધશે.

રાજ્યના અન્ય વિસ્તારો કરતા કચ્છમાં વરસાદની શરૂઆત મોડી થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું જામશે ત્યાર બાદ કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ જશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, મહીસાગર, દાહોદ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 28 જૂને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment