ગુજરાતમાં મેઘાની બઘડાટી / વરસાદનો નવો રાઉન્ડ શરૂ, આગામી ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદ

ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. ગુજરાતના ઘણા ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ છે. જેથી ખેડુતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

આગાહી 25થી 27 જૂન 2023

સૌરાષ્ટ્ર:- આગાહી સમયગાળા દરમિયાન દક્ષિણ પૂર્વ ઉતર સૌરાષ્ટ્રના વિસ્તારમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાથી અમુક સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ રહે, સૌરાષ્ટ્રની દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિ આવતા બે દિવસની અંદર વધારો થશે.

મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાત:- આગાહીના સમયગાળા દરમિયાન છૂટો છવાયો હળવો મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળે સૌરાષ્ટ્ર કરતાં વરસાદની માત્રા ગુજરાતના નીચેના ભાગોમાં વધુ રહેશે.

ઉત્તર ગુજરાત અને કચ્છ:- આગાહીના સમયગાળા દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતના રાજસ્થાન અને એમપી બોર્ડર કાંઠાના વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટાથી હળવો તો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે. બાકીના વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.

આગામી ત્રણ દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચે અને ત્યારબાદના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આગામી 26-27 સુધીમાં ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ છે.

આગોતરું એંધાણ:- આગાહી તારીખ 28 જૂનથી 5 જુલાઈ 2023

બંગાળની ખાડી વાળી સિસ્ટમના લો પ્રેસરની અસર હેઠળ તારીખ 28થી 4 જુલાઈ વચ્ચે ગુજરાતના ભાગોમાં એક સારા વરસાદી રાઉન્ડ ની શક્યતાઓ રહેલી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોમાં સારા વરસાદી રાઉન્ડ ની શક્યતાઓ દેખાઈ રહી છે જેની અપડેટ લો પ્રેશર બન્યા બાદ આપવામાં આવશે.

સક્રિય સીસ્ટમોની સ્થિતી

ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોમાં એક UAC દરિયાની સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે

ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર એક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 7.6 કિમી સુધી, ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ નમેલું છે.

દક્ષિણ મહારાષ્ટ્ર-કર્ણાટક-ઉત્તર કેરળના દરિયાકાંઠે ઓફ-શોર ટૂફ સક્રિય રહેશે જે આવતાં દિવસોમાં દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી લંબાશે.

પૂર્વોત્તર અરબી સમુદ્ર અને અડીને આવેલા ગુજરાતના દરિયાકાંઠા એક UAC સરેરાશ દરિયાની સપાટીથી 3.1 કિમી ઉપર સક્રિય થયું છે.

Leave a Comment