હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આગાહી; આજે ગુજરાતના આ જિલ્લામાં આગાહી

WhatsApp Group Join Now

હવામાન આગાહી: તા. 28 અને 29 નાં રોજ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારનાં 50 કિમીનાં વિસ્તારમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપી છે.

જેમાં દરિયા કિનારાનાં વિસ્તાર એવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે.

હવામાન આગાહી: ગુજરાતના ઉત્તર અને મધ્યમ ભાગમાં ત્રણ દિવસ માટે સ્ટ્રોન્ગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડીશન બની રહેશે. ત્રણ દિવસ માટે રાજ્યના મહત્તમ ભાગોમાં 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે. આજથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે કે વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.

આગાહીમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ લાગુ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રિ.મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ થઈ શકે છે. આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.

ગાંધીનગર સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધંધુકા, ભાવનગર લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી હતી. અમદાવાદ, ગાંધીનગરની સાથે પંચમહાલ અને બનાસકાંઠામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની આગાહી શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

આ સાથે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment