Monsoon 2022; અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

WhatsApp Group Join Now

ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ આગાહી મુજબ આજે એટલે 13 જૂનના રોજ વેરાવળ-દિવથી સુરત સુધી સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાની સામાન્ય તારીખ 15 જૂન છે, પરંતુ આ વર્ષે 2 દિવસ વહેલા ચોમાસું પહોંચી ગયુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 24થી 48 કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તારીખ 14 અને 15 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વાપી, વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં સારા વરસાદને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ સારો વરસાદ જોવા મળશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, પોરબંદર, જામનગર, જૂનાગઢ, મોરબી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ રાજ્યના 28 તાલુકામાં આગામી 24 કલાક સારો વરસાદી માહોલ રહેશે તેવા એંધાણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.

આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગની આગાહી:

14 જૂન, 2022 ની આગાહી: 14 જૂનની આગાહી મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને દીવ ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તે સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 જૂન, 2022 ની આગાહી: 15 જૂનની આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 જૂન, 2022 ની આગાહી: 16 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર દીવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment