હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર છે.
હવામાન વિભાગે (Meteorological department) આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી 48 કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. પવનની દિશા બદલાતા અને સાયકલોનને લઈને પવનમાં ભેજ આવતા વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર છે. ત્યારે દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે. 130 કિમી ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે.
20 થી 25 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે. રાજ્યમાં પાંચ દિવસ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. રાજ્યમાં છુટોછવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.
10 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 11 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી છે.
બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી મુજબ, 9 જુન બાદ વાવાઝોડુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે. જેમાં 14 જુન આસપાસ પવનની ઝડપ 200 કિમી પ્રતિ કલાક સુધી થઈ શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસુ બેસવાની સંભાવનાઓમાં 23, 24, 25 જુનથી 8 જુલાઇ વચ્ચેભ છે. આ દિવસો દરમિયાન સારો વરસાદ પડી શકે છે. જુલાઇ માસમાં સારો વરસાદ પડવાની સાથે ઓગસ્ટામાં હવાના દબાણ ઉભા થશે પણ વરસાદ ઓછો રહેશે.
ખાસ નોંધ:હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.