કરો વધામણાં; ચોમાસું ગુજરાત પહોંચી ગયુ, આગામી 24 કલાક પવન સાથે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ આગાહી મુજબ આજે એટલે 13 જૂનના રોજ વેરાવળ-દિવથી સુરત સુધી સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાની સામાન્ય તારીખ 15 જૂન છે, પરંતુ આ વર્ષે 2 દિવસ વહેલા ચોમાસું પહોંચી ગયુ છે.

છેલ્લા કેટલાય દિવસથી જગતનો તાત રાહ જોઈ રહ્યો હતો તે નૈઋત્યના ચોમાસાનુ વિધિવત ગુજરાતમાં આગમન થયુ છે અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં નૈઋત્યના ચોમાસા અંતર્ગત વરસાદનો પ્રારંભ થયો છે.

હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને 17 જુનથી પુનઃ વરસાદ આવશે.

રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય નહી તેમ પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવીટી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધુ છે.

દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર કેરાલ સુધીના ઓફ શોર ટ્રાફ સહિતના પરિવારને લઈને અરબી સમુદ્ર તોફાની બનવાની શક્યતા છે. તેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને આવતીકાલે દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

ગઈકાલનો દક્ષિણ ગુજરાતથી મધ્ય અરબી સમુદ્ર સુધીનો ટ્રાફ (હવાના હળવાં દબાણનો પટ્ટો) હવે મધ્ય મહારાષ્ટ્રથી મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાયેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગે મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ ઉપરાંત ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ વિસ્તારના માછીમારોને સાબદા કરીને જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની, દરિયો રફ રહેવાની, ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.

વરસાદની વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment