નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે તેમનું આઠમું બજેટ રજૂ કરતાં કહ્યું કે નવું ટેક્સ બિલ આવતા અઠવાડિયે ગૃહમાં રજૂ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર 2025માં ડાયરેક્ટ ટેક્સમાં ફેરફાર કરવામાં આવશે. આ નવો કાયદો આવકવેરા અધિનિયમ, 1961નું સ્થાન લેશે.
ડીટીસીનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ જોગવાઈઓને સરળ બનાવવા, બિનજરૂરી વિભાગોને દૂર કરવા અને સામાન્ય લોકો માટે તેની ભાષાને વધુ સમજી શકાય તેવું બનાવવાનો છે.

ટેક્સ નિષ્ણાતો માને છે કે આનાથી ટેક્સ કાયદાને સમજવામાં સરળતા રહેશે, કાનૂની વિવાદો ઓછા થશે અને સમગ્ર સિસ્ટમ કરદાતાઓ માટે પહેલા કરતાં વધુ સુવિધાજનક બનશે.
આ ત્રીજી વખત ઈન્કમ ટેક્સ એક્ટને રિડ્રાફ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ, ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ 2010 માં રજૂ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ, મોદી સરકારે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી, પરંતુ તેનો અહેવાલ સાર્વજનિક કરવામાં આવ્યો ન હતો અને ભલામણો લાગુ કરવામાં આવી ન હતી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
નવા કાયદા હેઠળ હજારો જોગવાઈઓ દૂર કરવાની યોજના બનાવવામાં આવી છે. આ સિવાય જે વિભાગો હવે સંબંધિત નથી તે પણ નાબૂદ કરવામાં આવશે.
કમિટીને સામાન્ય નાગરિકો સરળતાથી સમજી શકે તે માટે ભાષાને સરળ બનાવવાની સૂચના આપવામાં આવી છે. જોકે, સરકાર હાલમાં તેમાં નવા વિષયો ઉમેરવાનું વિચારી રહી નથી.