હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી; ગુજરાતમાં કેવું હવામાન રહેશે? વરસાદ, પવન કે ગરમી?

WhatsApp Group Join Now

Paresh Goswami Predictions: ગુજરાતમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડી છે અને મહિનાના અંતમાં તાપમાનનો પારો નીચો આવ્યો છે. હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં પવન, વરસાદ અને ગરમી કેવી રહેશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અનુમાન કર્યુ છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, 30 જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તેમણે ખેડૂતોને પણ વાવણી કરવી કે નહીં તે અંગેની આગાહી કરી છે.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં 29મી તારીખે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા તેમણે તાપમાન, પવન, ગરમી અને વાવણી અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, મે મહિનામાં ખૂબ ઊંચુ તાપમાન જોવા મળ્યુ છે.

Paresh Goswami Predictions: આ સાથે તેમણે ભેજ અંગે જણાવતા કહ્યુ કે, અત્યારે ભેજનું પ્રમાણ વધ્યુ છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયુ છે. ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. એમા રાહત મળે તેવી હાલ કોઇ શક્યતા દેખાઇ નથી રહી

પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઇને પશ્ચિમના પવનો થઇ રહ્યા છે. જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ થયુ છે. દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યુ છે. જેના કારણે 30 અને 31 તારીખમાં કોઇક જગ્યાએ છાંટછૂટ થાય તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે. પવનની ગતિ નોર્મલ કરતા વધારે ચાલી રહી છે. હજી 31 મે સુધી પવનની ગતિ 25થી લઇને 30 કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે. પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાશે.

આ સાથે તેમણે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યુ છે કે, જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે. પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઇ ગયો છે. હવે આપણે 40 ડિગ્રીની અંદર તાપમાન આવી ગયુ છે એટલે વાવેતર માટે યોગ્ય સમય છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment