વરસાદનું પુર્વાનુમાન: આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે? વાવાઝોડાં સાથે તોફાની વરસાદની આગાહી

WhatsApp Group Join Now

વરસાદનું પુર્વાનુમાન: છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અમુક સેન્ટરોમાં પારો 45 ડિગ્રીને પણ વટાવી ગયો છે. હવે આગામી સપ્તાહના તાપમાનની વાત કરવામાં આવે તો હાલના વાતાવરણની જેમ જ 27 તારીખ સુધી ભયંકર ગરમીનું મોજું રાજ્યમાં ચાલુ રહેશે.

હવે આગામી સપ્તાહના તાપમાનની વાત કરવામાં આવે તો હાલના વાતાવરણની જેમ જ 27 તારીખ સુધી ભયંકર ગરમીનું મોજું રાજ્યમાં ચાલુ રહેશે. ત્યારબાદ 28 તારીખથી ક્રમશ તાપમાનમાં બે થી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે એટલે કે આગાહીના પાછળના દિવસોમાં ગરમીમાં થોડી રાહત જોવા મળશે.

બંગાળની ખાડીમાં હાલ એક ખુબ જ મજબૂત લો પ્રેશર બન્યું છે જે આવતી કાલે વધુ મજબૂત બનીને ચક્રવાત એટલે કે વાવાઝોડાંમાં પરિવર્તન થાશે અને આ વાવાઝોડાનું નામ ‘રેમલ’ રાખવામાં આવશે.

આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ આજુબાજુ લેન્ડફોલ કરશે. તેથી વાવાઝોડું જ્યાં લેન્ડફોલ કરશે ત્યાંના આજુ બાજુના મોટા ભાગના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડું ગુજરાતને અસરકર્તા નહી હોય જેની ખાસ નોંધ લેવી.

પવનની ગતિની વાત કરવામાં આવે તો આગાહીના શરૂઆતના દિવસોમાં 15થી 25 કિમિ સુધીના પવનો જોવા મળશે. જ્યારે આગાહીના પાછળના દિવસોમાં પવનની ગતિ 30થી 40 કિમિ સુધી પહોંચી જશે. જેમાં દરિયાકાંઠે ઝટકાના પવનો 40 કિમિને પણ વટાવી જશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

વાદળોની વાત કરવામાં આવે તો ક્યારેક ક્યારેક લો લેવલ તથા મિડ લેવલના વાદળો રાજ્યમાં જોવા મળશે જ્યારે આગાહીના પાછળના દિવસોમાં વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે.

આપણે ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની વાત કરીએ તો આગાહીના પાછળના દિવસોમાં અરબી સમુદ્રનો ભેજ ગુજરાત સુધી લંબાઈને 27/28 તારીખથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના છુટા છવાયા વિસ્તારમાં સવારના સમયે હળવા મધ્યમ રેડા ઝાપટા જોવા મળશે બાકી અંદરના વિસ્તારમાં કોઈ મોટા કે સારા પ્રી મોન્સૂન વરસાદની આગાહીના દિવસોમાં શકયતા નથી.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment