વરસાદનું પુર્વાનુમાન; આજથી 12 જૂન સુધીનું, વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહીં?

WhatsApp Group Join Now

નૈઋત્યનું ચોમાસું હવે કેરળમાં દસ્તક દેવાની તૈયારીમાં છે, ત્યારે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈક્લોનીક સર્ક્યુલેશનની અસર હેઠળ લો પ્રેશર બનીને ઉતરોતર વધુ મજબૂત બનીને વાવાઝોડામાં તબદીલ થાય તેવી પુરેપુરી શક્યતા છે, હાલ વિવિધ મોડલોમાં વાવાઝોડું કઈ બાજુ જાય તે બાબતે ઘણો બધો તફાવત છે.

જો કે અરબી સમુદ્રમાં વાવાઝોડા વખતે તેનો ટ્રેક ફર્યા રાખતો હોય છે હાલ મોડલો પ્રમાણે વાવાઝોડું ઓમાન, યમન, પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર, કચ્છ કે દક્ષિણ ગુજરાત તરફ જઈ શકે એટલે કે હજી વાવાઝોડું કઈ દિશામાં જાય તેનું કાંઈ ફિક્સ નથી.

જો વાવાઝોડું ઓમાન કે યમન તરફ જાય તો ચોમાસું પવનો તથા ભેજ ખેંચી જાય જેના લીધે ચોમાસું પવનો ફરીથી સેટ થવામાં 8 કે 10 દીવસનો ટાઇમ લાગી શકે. જો વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના પશ્ચિમ કાંઠેથી પાકિસ્તાન તરફ જાય તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડી શકે અને જો વાવાઝોડું સૌરાષ્ટ્ર ઉપરથી જાય તો ભારે વરસાદ પડી શકે આ બધું આગાહી સમયના અંતિમ દીવસોથી શક્યતા રહેશે.

તેમજ લોકલ એક્ટિવિટીની વાત કરીયે તો આગાહીના અમુક દિવસ (6થી 12 જૂન દરમિયાન) અસ્થિરતા વધે તે દિવસે અલગ અલગ વિસ્તારમાં મંડાણી વરસાદની શક્યતા રહેશે. તેમજ આગાહીના છેલ્લા એકાદ બે દિવસમાં સિસ્ટમ ગુજરાત નજીક આવે તો વરસાદનું પ્રમાણ વધુ વિસ્તારમાં જોવા મળશે.

પવનો મુખ્યત્વે પશ્ચિમ દીશાના રહેશે અને સીસ્ટમ ટ્રેક અનુસાર પવનની ગતિમાં વધઘટ જોવા મળશે. તાપમાનની વાત કરીએ તો હાલમાં મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ છે અને આગાહી સમયમાં 40 કે 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. જેમાં આગાહીના છેલ્લા એકાદ બે દિવસ તાપમાનમાં 2 કે 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment