ગુજરાતમાં ફરી આવશે વરસાદ; લૉ પ્રેશરના કારણે આ જિલ્લામાં થશે વરસાદ - GKmarugujarat

ગુજરાતમાં ફરી આવશે વરસાદ; લૉ પ્રેશરના કારણે આ જિલ્લામાં થશે વરસાદ

ઘણા દિવસથી વરાપ ચાલી રહી છે. પરંતુ આંશિક ખુશીના સમાચાર આવ્યા છે. અગાવ જણાવ્યા પ્રમાણે હજુ પણ કોઈ મોટો સારો રાઉન્ડ આવવાનો નથી પણ વરસાદનો લોટરી રાઉન્ડ આવશે. જે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને આભારી રહેશે.

બંગાળની ખાડીનું લો પ્રેશર જો ગુજરાત ઉપર આવે તો ગુજરાતમાં સારો રાઉન્ડ આવે પરંતુ અત્યારે બનનારું લો પ્રેશર ગુજરાત સુધી પહોંચી નહિ શકે અને મધ્યપ્રદેશ સુધી જ આવશે એટલે આપણે લોટરીથી જ સંતોષ માનવો પડશે.

આ લોટરી રાઉન્ડમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવશે અને છૂટો છવાયો વરસાદ રહેવાથી બધે વરસાદ નહીં પડે. આ લોટરી રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 50 ટકા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદની લોટરી લાગશે આ લોટરી રાઉન્ડ 19 તારીખે એટલે કે આજથી શરૂ થશે અને ત્રણ ચાર દિવસ જેવો ચાલી શકે છે.

આ રાઉન્ડ સાર્વત્રિક નથી એટલે બધે વરસાદ નહિ પડે .હાલ તો માત્ર 30 ટકા આસપાસ જ વિસ્તારનો નંબર લાગશે તેવી શકયતા દેખાઈ છે પરંતુ લો પ્રેશર મધ્યપ્રદેશ પર આવે ત્યારે વધુ સમય સુધી તેની મજબૂતાઈ જાળવી રાખે તો વધુ વિસ્તારનો નંબર લાગી શકે છે. બાકી બધા લોકોએ વરસાદની આશા રાખી તેના ભરોસે રહેવું નહિ.

મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન ગણવામાં આવે એટલે જ્યાં વરસાદ પડશે ત્યાં ખેતીપાકો ને ખૂબ ફાયદો થશે એટલે હાલ લોટરી રાઉન્ડ આવશે એ ફાઇનલ પણ કેટલો ઓછા વધુ વિસ્તારમાં અસરકારક રહે એ લો પ્રેશર ચાલશે પછી જ ખ્યાલ આવશે.

આગોતરું એંધાણ:- લોટરી રાઉન્ડ બાદ હજુ આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં હજુ પણ કોઈ મોટો કે સારો રાઉન્ડ આવશે નહિ. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સંભવત વરસાદના સારા ચાર્ટ આવી શકે છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment